ભારતની મહિલા ક્રિકેટ ટીમ ને પેહલી મેચ જીતવા માટે લાગ્યા હતા ૧૭ વર્ષ !! જાણો શું છે ઇતિહાસ.

ક્રિકેટ આપણા દેશમાં સૌથી વધુ રમાતી અને સૌથી લોકપ્રિય રમત છે.૧૭૦૦ મી સદીમાં બ્રિટિશરો ભારતમાં ક્રિકેટ લઈને આવ્યા. ભારતમાં સૌથી પ્રથમ ક્રિકેટ ક્લબ પારસી સમાજ દ્વારા ૧૮૪૮ માં સ્થાપવામાં આવ્યું, જેણે યુરોપ સામે તેની પ્રથમ મેચ ૧૮૭૭ માં રમી.ભારતની પેહલી અધિકૃત ટીમ બની ૧૯૧૧ માં જે ઇંગ્લેન્ડ ના દૌરા પર ગઈ હતી .ભારતીય ક્રકેટ ટીમે ટેસ્ટ મેચ માં સૌ પ્રથમ વાર ૧૯૩૨ માં ભાગ લીધો અને એજ અરસામાં સૌથી પેહલી વુમન ટેસ્ટ મેચ રમાઇ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે . આ હતી મહિલા ક્રિકેટ તરફ વિશ્વ ની પ્રથમ શરૂઆત. જોકે ભારત માં વુમન ક્રિકેટ ની શરુઆત ઘણી મોડી રહી હતી.

તો કેવી રીતે થઈ શરૂઆત વિમેન્સ ક્રિકેટ ની?

વિમેન્સ ક્રિકેટ ની પહેલ ૧૯૭૦ દાયકા ની શરૂઆત માં થઇ હતી. કેટલીક ઉત્સાહી મહિલાઓએ આ બીડું ઉપાડ્યું હતું.જોકે તે સમયે રમત નું સત્તાવાર આયોજન કરવામાં આવતું ના હતું પણ શ્રી મહેન્દ્ર કુમાર જે સચિવ હતા તેમને બેગમ હમિદા હબીબુલ્લા ના અધ્યક્ષ પદ હેઠળ ભારતની વિમૅન્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા(WCAI) સંસ્થા ની લખનૌ ખાતે સોસાયટી એકટ હેઠળ ૧૯૭૩ માં સ્થાપના કરી. આ સંસ્થા ભારતની મહિલા ક્રિકેટરો માટે આશા નું નવું કિરણ સમાન હતી. તેજ વર્ષે WCAI ને આંતર રાષ્ટ્રિય વિમેન્સ ક્રિકેટ કાઉન્સિલ નું સભ્યપદ પણ મળી ગયું.

તે પેહલા ૧૯૭૦ થી ૧૯૭૩ ના વર્ષ દરમિયાન મહિલા ક્રિકેટ માં ઘણી પ્રવૃત્તિઓ થઈ હતી. લગભગ વર્ષમાં ૯ મહિના મહિલા ક્રિકેટરો ક્રિકેટ રમતી. એપ્રિલ ૧૯૭૩ માં સૌથી પેહલા આંતર રાજ્ય ટુર્નામેન્ટ પુણે શહેરમાં યોજવામાં આવી જેમાં ત્રણ ટીમ બનાવવામાં આવી બોમ્બે, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ. તેની સફળતા બાદ એજ પ્રકારે વારાણસી માં ટુર્નામેન્ટ રમાઇ જેમાં આંઠ ટીમે ભાગ લીધો હતો. ત્યાર બાદ કારોબારી સમિતિ ની પુનઃ રચના થઈ જેમાં શ્રીમતિ ચંદ્રા ત્રિપાઠી અને પ્રેમિલા બાઈ ચવાન અનુક્રમે અધ્યક્ષ અને પ્રમુખ બન્યા. આ બે સ્ત્રીઓ અને સ્થાપક મહેન્દ્ર કુમાર નું મહિલા ક્રિકેટ ની પ્રારંભિક પ્રગતિ માં મોટો ફાળો રહ્યો છે.વારાણસી પછી ત્રીજી ટુર્નામેન્ટ કલકત્તા માં રમાઇ જેમાં ૧૪ ટીમ હતી અને પછી થી દરેક રાજ્યની તેમજ રેલવે અને એર ઇન્ડિયા ના કર્મચારીઓની અલગ ટીમો પણ ભાગ લેવા લાગી.

ત્યારબાદ ઇન્ટરઝોનલ મર્યાદિત ઓવર ની ટુર્નામેન્ટ કાનપુરમાં ૧૯૭૪ માં રમાઇ જેનું નામ હતું ‘ રાણી ઝાંસી ટ્રોફી’ . ઉપરાંત ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામે્ન્ટ રાજકોટ ખાતે તેજ વર્ષે રમાઇ. સબ જુનિયર (U-૧૫ ) અને જુનિયર (U- ૧૯) ની ટુર્નામેન્ટ પણ રમાઇ. દરેક ઝોન ના વિજેતાઓ પછીથી ‘ ઈન્દિરા પરિયદર્શિની ટ્રોફી’ રમવા લાગ્યા અને આંતરરાજય મેચ ના વિજેતા રેસ્ટ ઓફ ઇન્ડિયા ની ટીમ સામે ‘રાઓ કપ’ રમતા થયા.

ઘર આંગણે ક્રિકેટ માં સફળતા પૂર્વક પાંચ વર્ષ પ્રેક્ટિસ મેળવ્યા બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય દ્વીપક્ષીય વિમેન્સ ક્રિકેટ સિરીઝ ૧૯૭૫ માં ભારત માં રમાઇ જેમાં ઓસ્ટ્રેલિયા ની u-૨૫ ટીમ ત્રણ મેચ રમવા માટે ભારત આવી.રસપ્રદ વાત એ છે કે આ ત્રણે મેચ ના કપ્તાન અલગ હતા , ઉજવલા નિકમ સુધા શાહ અનેં શ્રી રૂપા બોઝ. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સાથે મેચ રમાઇ. ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ની મહિલાઓ સ્કર્ટમાં રમતી જ્યારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ની મહિલાઓ ટ્રાઉઝરસ માં રમતી હતી.

સિનિયર ઇન્ડિયન ટીમ પેહલ વહેલ આંતર રાષ્ટ્રીય મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૯૭૬ માં બેંગલોર માં રમી જે એક ટેસ્ટ મેચ હતી અને ડ્રો થઈ હતી. કુલ ૬ ટેસ્ટ મેચ ની સિરીઝ હતી જે પણ બંને ટીમો એક એક મેચ રમીને ડ્રો થઈ હતી. ત્યારે વિમેન્સ ટેસ્ટ મેચ ત્રણ દિવસ ની રેહતી.

બે વર્ષ પછી ” વુમન ઈન બ્લૂ” ના હુલામણા નામ થી ઓળખાતી ભારતની આંતર રાષ્ટ્રીય ટીમે ODI ક્રિકેટ માં પ્રદાર્પણ કર્યું ૧૯૭૮ વર્લ્ડ કપ માં . જેમાં ભારત યજમાન હતું અને ચાર દેશોની ટીમે ભાગ લીધો હતો. ડાયના એડુલજી ની કપ્તાની માં ભારતીય ટીમે ખૂબ નબળો દેખાવ કર્યો હતો

ખૂબ સખત સંઘર્ષ પછી ભારતની ટીમ તેની પ્રથમ એકદિવસીય મેચ ૧૯૯૫ માં ન્યૂઝીલેન્ડ સામે જીતી હતી.જેને મહિલા ક્રિકેટ ને નવી ઉત્તેજના આપવામાં મદદ કરી. ઉલ્લેખનિય છે કે ૧૭ વર્ષ લાગ્યા હતા ભારતીય મહિલા ક્રિકેટ ને ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ સ્થાપિત કરવામાં.

શાંતા રંગસ્વામી સૌ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે જેને આંતર રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ માં સદી ફટકારી હતી જ્યારે સંઘ્યા અગ્રવાલે ૧૯૮૬ માં ઇંગ્લેન્ડ સામે ની ટેસ્ટ મેચ માં એક ઈનિંગ માં ૧૯૦ રણ બનાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. બોલિંગ માં નીતુ ડેવિડ ૮-૫૩ ઇંગ્લેન્ડ સામે ૧૯૯૬ માં રમાયેલી ટેસ્ટ મેચ માં નોંધપાત્ર રેકોર્ડ રમત દર્શાવી જતી.

મહિલા ક્રિકેટ ના આધુનિક યુગ નો પ્રારંભ ભારતીય મહિલા ક્રિકેટ માં મિથાલી રાજ ના ૧૯૯૯ માં આગમન બાદ થયો. ભારતની મહિલા ટીમ ૨૦૦૫ અને ૨૦૧૭ વર્લ્ડ કપ ની ફાઈનલ સુધી પોહનચી તેમાં તેણીનું મહત્વનું યોગદાન છે .તેમજ ભારતમાં મહિલા ક્રિકેટ ને એક આગવું સ્થાન અને પ્રસિદ્ધિ આપવવામાં પણ મિથાલી રાજ નો ફાળો છે.

Leave a comment